"આમ તો હું શુન્યમાં રહેલ વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલ ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું....
"મને ના પુછસો કે કોણ છુ હું
બસ ઍટલુ કહુ કે માણસ છુ હુ.
મને કેટલા તો એવામલ્યા હતા
કે આખી જિંદગી મને નિહળ્યો હતો
છતા મને રહના બતવી શક્યા
કેમ કહુ હુ કેટલો નાદાન હતો.
હું શાયર દુનિયામાં પ્રેમને શોધવા આવ્યો છું,
નથી ખબર મને શું છે પ્રેમ ફક્ત તેનો અણસાર લઈને આવ્યો છું,
પ્રેમ થકી લાગણી ઘણી છે મને પણ
બેવફાઓના નામ શોધવા આવ્યો છું, પ્યાર કોનો પૂરો થયો છે ? તેનો જવાબ લેવા આવ્યો છું,
પ્યારનો પહેલો અક્ષર જ અધૂરો કેમ છે
એ ‘અઘરો સવાલ’ લઈને આવ્યો છું,
શું છે જિંદગી ? એની મને ખબર નથી
પણ મોતની ખબર જાણવા આવ્યો છું,
નસીબદારોને પ્રેમ મળે છે
હું એ ‘ખુશનસીબ’ને શોધવા આવ્યો છું..
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.
ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.
તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.
તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.
બહાનું કેમ શોધું હું એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.
કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.
જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.
કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.
હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી....!
No comments:
Post a Comment