Mobile thaigayo

માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી લાગણીઓ

રિચાર્જ કરતો થઈ ગયો

ખરે ટાણે ઝીરો બેલેન્સ

દેખાડતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો
!
સામે કોણ છે જોઈને

સંબંધ રિસિવ કરતો થઈ ગયો

સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ

સ્વીચ ઓફ કરતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો
!
આજે રીટા તો કાલે ગીતા એમ

મોડેલ બદલતો થઈ ગયો

મિસિસને છોડીને મિસને

કોલ કરતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો
!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ

જુઓને જીવ બાળતો થઈ ગયો

સાલું, થોડી રાહ જોઈ હોત તો
!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો
!
હોય બરોડામાં અને છું સુરતમાં

એમ કહેતો થઈ ગયો

આજે હચ તો કાલે રિલાયન્સ એમ

ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો
!
ઈનકમિંગઆઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં

કુટુંબનાં કવરેજ બહાર થઈ ગયો

હવે શું થાય બોલો

મોડેલ ફોર ટુ ઝીરો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

By POST A RESUME (www.postaresume.co.in)

No comments: