SUVICHAR


 



સાચવવા પડે એ સંબંધો





કદી સાચા નથી   હોતા ,
અને





જો સંબંધો સાચા હોય





તો એને સાચવવા નથી પડતા





>------------ --------- --------- --------- -------
વ્યવહાર નથી બદલાતા





સંજોગો બદલાય છે ,





માણસ નથી બદલાતા





ખાલી તેમના અભિગમ બદલાય છે





માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય





તો તેને સતાસ્થાને બેસાડો .



 



------------ --------- --------- --------- -------

જીવન
માં એટલી બધી ભૂલો ના કરવી





કે પેન્સિલ પેહલા જ





રબર ઘસાઈ જાય !



 



જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ





નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે ,





પણ
ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે .




 



------------ --------- --------- --------- -------





દરેક માણસ પાસે એક





એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ ,





કે જેમાં એ પોતાના મિત્રોના





દોષો દફનાવી શકે



 



------------ --------- --------- --------- -------





મિત્ર એ એવી વ્યક્તિ છે કે





જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે





અને એ જ ગીત ને યાદ કરાવે છે





જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો .




 



------------ --------- --------- --------- -------





પુરુષને પરાજિત કરવો હોય તો





એના   અહમને પંપાળો





અને





સ્ત્રીને પરાજિત કરવી   હોય





તો એની પ્રશંસા કરો !!




 



------------ --------- --------- --------- -------





તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ





પણ બધાને ઉપ - યોગી જરૂર થાજો !!




 



------------ --------- --------- --------- --------





દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે   કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ





બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે    !!



 



------------ --------- --------- --------- --------





પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?





જેના કાન લાંબા , આંખ મોટી અને   જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો




 



------------ --------- --------- --------- ---------





પુરુષને મહાત   કરી શકે એવી





બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , એ રડી શકે છે





અને બે , એ ધારે   ત્યારે   રડી   શકે   છે    !!!!!



 



------------ --------- --------- --------- --------- --------- ---





આખી જીંદગી આંકડા તમે માંડો અને





છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ ( બદ્ ) નસીબ!







Courtesy by: Pankaj Dave


No comments: